હું શોધું છું

હોમ  |

શબ્‍દભંડોળ
Rating :  Star Star Star Star Star   

વેબસાઇટમાં ઉપયોગમાં લેવાયેલા કેટલાક લાક્ષણિક શબ્‍દપ્રયોગોની યાદી

ક્રમ

શબ્‍દપ્રયોગ

સમજૂતી

ઔદ્યોગિક આલ્કોહોલ

રેક્ટિફાઇડ સ્પિરિટ અને તેમાં એબ્સોલ્યુટ આલ્કોહોલનો સમાવેશ થાય છે

માન્ય મંડળ

જેને કમિશનર, નશાબંધી અને આબકારી ખાતું, ગુજરાત રાજયએ માન્ય કરેલ હોય તેવી કોઇ વ્યકિત અથવા વ્યકિતઓનું મંડળ અથવા સંસ્થાપિત હોય કે પણ હોય તેવી કોઇ સંસ્થા

હાનિકારક ઔષધ

તેમાં કેફી ઔષધ અને મનઃપ્રભાવી દ્વવ્ય અધિનિયમ, ૧૯૮૫ (એન.ડી.પી.એસ.એક્ટ) હેઠળના તમામ કેફી ઔષધનો સમાવેશ થાય છે

વિકૃત કરેલ સ્પિરિટ

ખાતા દ્વારા માન્ય કરવામાં આવેલ રસાયણો ઉમેરીને માનવ વપરાશ માટે અયોગ્ય બનાવવામાં આવેલ ઇથાઇલ આલ્કોહોલને વિકૃત કરેલ સ્પિરિટ કહે છે

વિકૃત કરેલ સ્પિરિટની કવાર્ટ બોટલ

જેમાં ૬૫૦ મિલિલિટર જથ્થો રહેલો હોય તેવી બોટલ

ખાસ કિસ્સાઓ

શૈક્ષણિક સંસ્થા, હોસ્પિટલ, સરકારી કે અર્ધ સરકારી સંસ્થાઓ, નગરપાલિકા કે મહાનગરપાલિકા કે અન્ય સ્થાનિક સંસ્થાઓ કે તેમના દ્વારા સંચાલિત લેબોરેટરી, ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ પ્રતિષ્ઠિત ઔદ્યોગિક એકમોની લેબોરેટરીમાં વૈજ્ઞાનિક, સંશોધન, તબીબી હેતુઓ માટે કે શૈક્ષણિક સંસ્થા માટે માસિક ૫૦ લિટર સુધીના જથ્થાના રેક્ટિફાઇડ સ્પિરિટ અને / અથવા એબ્સોલ્યુટ આલ્કોહોલના વપરાશ માટે ઉદ્યોગ કમિશનરશ્રી, ગાંધીનગર દ્વારા મંજૂર કરાયેલ એપીપી મેળવવાની આવશ્યકતા નથી

વિકૃત કરેલ સ્પિરિટવાળી બનાવટ

વિકૃત કરેલ સ્પિરિટ કે વિકૃત કરેલ આલ્કોહોલની મદદથી બનાવેલી અને તેનાવાળી કોઇપણ પ્રવાહી બનાવટ; ઉદાહરણઃ ફ્રેન્ચ પોલિશ, વાર્નિશ, લેકર્સ વિગેરે

વિદેશી દારૂનો એક યુનિટ

(અ) સંરક્ષણ દળના માજી સભ્‍ય સિવાયની વ્યકિતઓ માટેઃ-

૭૫૦ મિ.લિ.ની સ્પિરિટની એક બોટલ અથવા ૭૫૦ મિ.લિ.ની વાઇનની ત્રણ બોટલ અથવા ઇથાઇલ આલ્કોહોલનું પ્રમાણ ૨ (બે) ટકા કરતાં વધતું હોય તેવા ફર્મેન્‍ટેડ લિકરની ૬૫૦ મિ.લિ.ની ૧૦ (દસ) કે ૫૦૦ મિ.લિ.ની ૧૩ (તેર) બોટલ કે ૩૩૦ મિ.લિ.ની  ૨૦ (વીસ) બોટલ અથવા ઇથાઇલ આલ્કોહોલનું પ્રમાણ ૨ (બે) ટકા કરતાં વધતું ન હોય તેવા ફર્મેન્‍ટેડ લિકરની ૬૫૦ મિ.લિ.ની ૩૦ (ત્રીસ) કે ૭૫૦ મિ.લિ.ની ૨૭ (સત્તાવીસ) બોટલ;

(બ) સંરક્ષણ દળના માજી સભ્યો માટેઃ-

૭૫૦ મિ.લિ.ની સ્પિરિટની એક બોટલ અથવા ૭૫૦ મિ.લિ.ની વાઇનની ૨ (બે) બોટલ અથવા ૩૭૫ મિ.લિ.ની લિકરની ૨ (બે) બોટલ અથવા બીયરની ૪ (ચાર) બોટલ

નોંધઃ-  ઉપર (અ) તથા (બ)માં જણાવેલ સ્પિરિટમાં વ્હીસ્કી, જીન, બ્રાન્ડી, રમ તથા અન્ય ૭૫ (પંચોતેર)  % આલ્કોહોલીક સ્ટ્રેન્થવાળા વિદેશી દારૂનો સમાવેશ થાય છે
 

ડી.એસ.પ પરવાનામાં ઓછી ફી માટેની ખાસ સંસ્‍થા

કોઇ કોલેજ, શૈક્ષણિક સંસ્થા કે મ્યુઝિયમ અને અન્ય સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલ કળા કે ઉદ્યોગના કિસ્સામાં ઓછા દરે ફી વસૂલ લેવામાં આવશે

૧૦ આર.એસ. ૨ પરવાનામાં ઓછી ફી માટેની ચોક્કસ સંસ્‍થા

કોઇ સરકારી, મ્યુનિસિપલ, લોકલ બોર્ડ કે શૈક્ષણિક સંસ્થાનો હવાલો ધરાવતા કોઇ રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર અથવા અન્‍ય કોઇ વ્યકિત અથવા કોઇ ચેરિટેબલ હોસ્પિટલ કે ડિસ્પેન્સરી

૧૧ નોટિફાઇડ ડ્રગ

મુંબઇ ઔષધ (નિયંત્રણ) અધિનિયમ, ૧૯૫૯ની કલમ ૬ હેઠળ રાજય સરકાર જેને જાહેર કરે તેવા ઔષધો

૧૨ સામાન્ય વિકૃત કરેલ સ્પિરિટ

નિર્ધારીત કાર્યપધ્ધતિ પ્રમાણે તૈયાર કરેલ અને ૧/ર (અડધો)% કોચુસીન અને ૧/ર (અડધો)% પિરીડીન એ બંનેને ડીનેચરન્ટ તરીકે વાપરીને બનાવેલ સ્પિરિટ

૧૩ ગુજરાત વિકૃત કરેલ સ્પિ‍રિટવાળી બનાવટ નિયમો, ૧૯૬૨ના નિયમ ૩નો પરંતુક

વિકૃત કરેલ સ્પિરિટવાળી આ નીચે જણાવેલ બનાવટોના કિસ્સામાં ઉદ્યોગ કમિશનરશ્રી, ગાંધીનગર ખાતેથી ફોર્મ્‍યુલા માન્ય કરાવવાની જરૂરત રહેશે નહીઃ

() જયારે આવી બનાવટનું કોઇ એવી ફોર્મ્‍યુલા મુજબ ઉત્પાદન કરવામાં આવે કે જેમાં આવી બનાવટના ઉત્પાદનમાં સામાન્ય રીતે વાપરવામાં આવતા હોય તેવા ઘટકો વાપરેલ હોય અને જેમાં અબાષ્પશીલ (ઊડી ન જાય તેવા) ઘટકોનું પ્રમાણ ૧૦% વજન / કદ કરતાં ઓછું ન હોય

(ર) જયારે જરી ઉદ્યોગમાં પ્રવૃત્ત થયેલ કોઇ વ્યકિત દ્વારા, તે ઉદ્યોગમાં વાપરવાનાં હેતુથી આવી બનાવટનું કોઇ એવી ફોર્મ્‍યુલા મુજબ ઉત્પાદન કરવામાં આવે કે જેમાં આવી બનાવટના ઉત્પાદનમાં સામાન્ય રીતે વાપરવામાં આવતા હોય તેવા ઘટો વાપરેલ હોય અને જેમાં વિકૃત કરેલ સ્પિરિટમાં ઉમેરવામાં આવેલ કુલ બાષ્પશીલ અને અબાષ્પશીલ ઘટકોનું પ્રમાણ ૧૦% વજન /કદ કરતાં વધુ હોય

૧૪ રેક્ટિફાઇડ સ્પિરિટની કવાર્ટ બોટલ

જેમાં ૭૫૦ મિલિલિટર રેક્ટિફાઇડ સ્પિરિટ કે એબ્સોલ્યુટ આલ્કોહોલ રહેલો હોય તેવી બોટલ

૧૫ અધિનિયમની કલમ ૪૫ હેઠળ ઠરાવેલ ધાર્મિક વડા

ખ્રિસ્‍તી સંપ્રદાય માટેના ધાર્મિક વડા

ક્રમ

ધાર્મિક વડા

જે વિસ્તારના લોકો માટે ભલામણ કરી
શકે તે વિસ્તાર.

અમદાવાદના બિશપ

અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, ખેડા, સાબરકાંઠા, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્‍લા

વડોદરાના બિશપ અને તેમની ગેરહાજરીમાં રોઝરી ચર્ચ, વડોદરાના પેરીશ પ્રીસ્ટ

વડોદરા, સુરત, વલસાડ, પંચમહાલ, ભરૂચ અને ડાંગ જિલ્‍લા

અમદાવાદના આર્કડેકોન અને તેમની ગેરહાજરીમાં મુંબઇના બિશપ

ગુજરાત રાજયમાં રહેતા ખ્રિસ્‍તી (પ્રોટેસ્ટન્ટ) સંપ્રદાયના ચર્ચ અને સંસ્થાઓના વડાઓ

૧૬ રજિસ્ટર્ડ મેડિકલ પ્રેકિટશનર

જે વ્યકિત તબીબી વ્યવસાયીઓ અંગે તે સમયે અમલમાં હોય તેવા કોઇ કાયદા હેઠળ રાજયમાં કોઇપણ ચિકિત્સા પધ્ધતિનો વ્યવસાય ચલાવવાને હકદાર હોય તેવી કોઇ વ્યકિત અને તેમાં ડેન્ટીસ્ટ એકટ, ૧૯૪૮ (સન ૧૯૪૮નો ૧૬મો)માં વ્યાખ્યા કર્યા પ્રમાણેના નોંધાયેલા ડેન્ટીસ્ટનો અને મુંબઇ પશુચિકિત્સક અધિનિયમ, ૧૯૫૩ (સન ૧૯૫૩નો મુંબઇનો ૬૮મો) હેઠળ અથવા રાજયના કોઇ ભાગમાં તેને તત્સમાન કોઇ કાયદા હેઠળ નોંધાયેલ પશુચિકિત્સકનો સમાવેશ થાય છે

૧૭ સ્પિરિચ્યુઅસ આર્ટિકલ્‍સ

મુંબઇ નશાબંધી અધિનિયમ, ૧૯૪૯ની કલમ ૨૪-ક હેઠળ આવરી લેવાયેલ અને કેફી પીણાં તરીકે ઉપયોગ સારૂ અયોગ્ય છે તેવી ઇથાઇલ આલ્કોહોલયુકત કોઇ ઔષધીય કે સૌંદર્યપ્રસાધન બનાવટ, કોઇ એન્ટીસેપ્‍ટીક બનાવટ કે દ્રાવણ અથવા કોઇ સુગંધ આપતો અર્ક, એસેન્સ કે સીરપ

૧૮ ખાસ વિકૃત કરેલ સ્પિરિટ

સામાન્ય વિકૃત કરેલ સ્પિરિટમાં ઉમેરેલા ડીનેચરન્ટ સિવાયના હોય તેવા માન્ય ડીનેચરન્ટ, માન્ય માત્રામાં ઉમેરીને આ માટે સરકારશ્રીએ નિર્ધારીત કરેલ પ્રક્રિયા પ્રમાણે ઉત્પાદન કરેલ વિકૃત સ્પિરિટ

૧૯ સ્પિરિચ્યુઅસ પ્રીપરેશન

() સેલ્ફ જનરેટેડ અથવા અન્ય પ્રકારનો આલ્કોહોલ ધરાવતી કોઇપણ ઔષધીય બનાવટ અથવા

()  ઔષધીય પદાર્થ સાથેનું વાઇનનું કોઇપણ મિશ્રણ કે સંયોજન, પછી આવા વાઇનમાં સ્પિરિટ ઉમેરેલ હોય તો પણ અથવા

()  રાજય સરકારે કલમ ૬-ક હેઠળ માદક પીણાં તરીકે પીવા યોગ્ય હોવાનું જાહેર કરેલ હોય તેવી આલ્કોહોલયુકત કોઇપણ ઔષધીય કે સૌંદર્યપ્રસાધન  બનાવટ

૨૦ સેક્રામેન્ટલ વાઇન

રોમન કેથોલીક ચર્ચ દ્વારા માસમાં અથવા કોઇ વ્યકિત દ્વારા ધાર્મિક હેતુથી વાપરવામાં આવતાં તેમજ નિયમોની જોગવાઇ અનુસાર રાળમાંથી બનાવવામાં આવેલ દારૂ

૨૧ એન. ૩ અને એન. ૪ પરવાના મેળવતા પહેલા આપવાની બાંહેધર

અરજદારે મુંબઇ નશાબંધી અધિનિયમ, ૧૯૪૯ની જોગવાઇઓ અને તે હેઠળ કરેલા નિયમો, વિનિયમો અને હુકમોનું યોગ્‍ય રીતે પાલન કરવા માટે લેખિત બાંહેધરી આપવી જોઇશે

૨૨ ભાંગ (હેમ્પ)

જેમાંથી કેફી ઔષધો ઉત્પન્ન કરી શકાય તેવો કોઇપણ જાતનો દેશી ભાંગનો છોડ.

૨૩ નાર્કોટિક ડ્રગ અથવા નાર્કોટિક

કોકા લીફ અથવા કોકા વ્યુત્પન્ન અથવા અફીણ અથવા અફીણનું વ્યુત્પન્ન અથવા ભારતીય ભાંગ હોય તેવો કોઇ પદાર્થ અને તેમાં બીજો જે કોઇ પણ પદાર્થ કે જે માનવમાં ડીપેન્ડન્સ, ટોલરન્સ અને વિથડ્રોઅલ સિન્ડ્રોમ નીપજાવવાની કે ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતો હોય અને કેન્દ્ર સરકાર, સરકારી રાજપત્રમાં જાહેરનામાથી તેને નાર્કોટિક ડ્રગ કે નાર્કોટિક હોવાનું જાહેર કરે તેવા પદાર્થનો સમાવેશ થશે.

૨૪ અખાદ્ય ગોળ (સડેલો ગોળ)

શેરડી પીલીને અથવા તાડી, ખજૂર, સાગો-પામ, બાર્બપામ કે નાળીયેરીમાંથી કાઢેલો રસ ઉકાળીને કે તેના ઉપર પ્રક્રિયા કરીને બનાવેલો, કાકવીના મિશ્રણવાળો કે તે વગરનો ગોળ, ગલ(Gul), જેગરી, તાડગોળ કે રાબ અને અન્ય વચગાળાની પેદાશ અને જે પ્રવાહી રૂપે કે અંશતઃ પ્રવાહી રૂપે કે રગડાના રૂપે હોય અને ઘેરા ભૂરા કે કાળા રંગનો હોય અથવા ઘન, પ્રવાહી, અંશતઃ પ્રવાહી કે રગડાના રૂપે હોવા છતાં, તે ગંદો, દુર્ગંધ મારતો, ઘૃણાજનક કે સડેલો થવાને કારણે માનવ વપરાશ માટે અયોગ્ય હોય અને રાસાયણિક પૃથક્કરણને આધારે તેમાં -

(૧) (ઇનવર્ટ સુગર તરીકે હોય તેવી) નેવું (૯૦) ટકાથી ઓછી કુલ શર્કરા અને સાઠ
      (૬૦) ટકાથી ઓછી સુક્રોઝ અથવા
(૨) પાણીમાં અદ્રાવ્ય હોય તેવા બે (ર) ટકાથી વધુ બહારના પદાર્થો અથવા
(૩) છ (૬) ટકાથી વધુ ટોટલ એશ અથવા
(૪) હાઇડ્રોક્લોરિક એસિડમાં અદ્રાવ્ય હોય તેવી અડધા (૦.૫) ટકાથી વધુ એશ
      અથવા
(૫) દસ (૧૦) ટકાથી ઓછો ભેજ અથવા
(૬) ૭૦ પી. પી. એમ. થી વધારે માત્રામાં સલ્ફર ડાયોકસાઇડ હોય

તે તમામનો સમાવેશ થાય છે.

૨૫ કેફી પદાર્થ (ઇન્ટોક્સિકન્ટ)

કોઇ દારૂ, કેફી ઔષધ, અફીણ અથવા રાજય સરકાર રાજપત્રમાં જાહેરનામું પ્રસિધ્ધ કરીને કેફી પદાર્થ તરીકે જાહેર કરે તેવો કોઇ પદાર્થ.

૨૬ ડી. એસ. પી. ૩ પરમિટમાં ઓછી ફી માટેની ખાસ સંસ્થા કોઇ શૈક્ષણિક, મ્યુનિસિપલ, લોકલ બોર્ડ કે સરકારી સંસ્થા દ્વારા વિકૃત સ્પિરિટવાળી બનાવટનો ઉપયોગ કરવામાં આવતો હોય તે સંજોગોમાં ઓછી ફી વસૂલ લેવામાં આવશે. 
 


 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
નાગરિક અધિકાર પત્ર
નશાબંધી સંસ્‍કાર કેન્‍દ્ર 
આપના સવાલોના જવાબ 
આંકડાકીય માહિતી
બાતમી

ફરિયાદ

સંપર્ક
તસવીરો
સંબંધિત લિંક્સ
  કામકાજ અર્થે
પરવાના/પરમિટના સુધારા-વધારા
કેસ માંડવાળ તથા અપીલ
આબકારી જકાતના દરો
એરિયા મેડિકલ બોર્ડ 
લોકોપયોગી પરવાનેદારોની યાદી
શબ્દભંડોળ
વિશેષ મા‍હિતી 
 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 12-04-2006