હું શોધું છું

હોમ  |

સંગઠનની વિગતો, કાર્યો અને ફરજો
Rating :  Star Star Star Star Star   

પ્રકરણ-૨

કચેરીનો ઉદ્દેશ / હેતુ 

પુજ્ય મહાત્મા ગાંધીજીના પાયાના સિધ્ધાંતોમાં નશાબંધી એક અગત્યનોસિધ્ધાંત હતો. આ સિધ્ધાંતનો સાચા અર્થમાં અમલ કરવા માટે ભૂતપૂર્વ મુંબઇ રાજ્યનાસમયથી નશાબંધી નીતિનો અમલ થઇ રહેલ છે અને અલગ ગુજરાતની સ્થાપના પછી પણ રાજ્ય, નશાબંધીનો સુદૃઢ અમલ કરી રહેલ છે. ભારતના બંધારણના માર્ગદર્શક સિધ્ધાંતોમાં રાજ્ય, લોકોની સુખાકારી માટે નશાબંધી નીતિનો અમલ કરશે તેવી જોગવાઇ છે. તેમ છતાં સમગ્રદેશમાં માત્ર ગુજરાત રાજ્ય સંપૂર્ણ નશાબંધી નીતિને વરેલું છે.

નશાકારક ચીજોનો જેમ દુરૂપયોગ થઇ શકે છે, તે જ પ્રમાણે આવી ચીજોનોદવાઓ, રસાયણો, રંગો વિગેરે બનાવવામાં પણ ઉપયોગ થાય છે. આલ્કોહોલ, અફીણ, પોષ ડોડવા, ગાંજો વિગેરેના ઔષધીય અને ઔદ્યોગિક હેતુઓસર ઉપયોગ વિગેરે માટે પાસ, પરમિટ, પરવાનાઓઆપવાની કામગીરી આ ખાતા દ્વારા કરવામાં આવે છે. એટલે જે લોકો કાયદેસર આવી ચીજોનોઉપયોગ કરવા માંગતા હોય તેઓને કોઇપણ જાતની હેરાનગતિ થયા વગર પરવાનાઓ હેઠળ આવી વસ્તુઓમળી રહે તે જોવાનું ખાતાનું લક્ષ્ય છે. આવા પાસ, પરમિટ, પરવાનાઓ આપવા માટેસરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલ ફી તથા આબકારી જકાત વસૂલ કરવાની કામગીરી પણખાતા દ્વારા કરવામાં આવે છે.

શરાબ અને માદક દ્રવ્યોનું સેવન કરવાની કુટેવોથી સમાજ ખોખલો બનેછે. સુખી-સંપન્ન કુટુંબો બરબાદ થઇ જાય છે અને ધીરે ધીરે આખો સમાજ તેમાં ફસાઇ પડેછે. આ તમામ દૂષણોથી સમાજને બચાવવાનું નશાબંધી અને આબકારી ખાતાનું ધ્યેય છે. નશાબંધીખાતું જુદી જુદી સામાજીક સંસ્થાઓ, મહિલા મંડળો, યુવક મંડળો તેમજ સામાજીક કાર્યકરોનીમદદથી આકાશવાણી અને દૂરદર્શન જેવા શ્રાવ્ય અને દ્રશ્ય તથા મુદ્રિત માધ્યમો દ્વારાલોકોને નશાની બદીથી થતા ગેરફાયદા અંગે શિક્ષિત કરવાની કાર્યવાહી કરે છે.

આમ નશાબંધી પ્રચાર અને નશાકારક ચીજોને પાસ, પરમિટ, પરવાનાઓ દ્વારાનિયંત્રિત કરી સુદૃઢ અમલથી વ્યક્તિને અને વ્યક્તિથી સમાજને વ્યસનમુક્ત કરી વ્યક્તિ, કુટુંબ તથા સમાજને રાજ્યના વિકાસમાં જોતરીને રાજ્ય વધુ સમૃધ્ધ બને, લોકોની સુખાકારીવધે અને તેમનું જીવનધોરણ ઊંચું જાય તેવો ખાતાનો ઉદ્દેશ છે.

કચેરી નું મિશન / દુરંદેશીપણું (વિઝન) 

નશાબંધી નીતિનો દ્રઢતાથી અમલ કરાવવાનું નશાબંધી અને આબકારી કચેરી નું મીશન છે. વિવિધ પ્રતિબંધિત દ્રવ્યોનો કાયદેસર વપરાશ કરનારાઓને કોઇપણપ્રકારે તકલીફ ના પડે અને આવી ચીજ-વસ્તુઓનો કાયદેસર રીતે લોકોના આરોગ્ય માટે ઉપયોગથાય તે રીતે તેનું નિયંત્રણ કરવાની ખાતાની નેમ છે.

જે લોકો જાણ્યે અજાણ્યે આવી ચીજવસ્તુઓના ગેરકાયદેસર ઉપયોગમાંફસાયા હોય તેઓને સમજ આપી તેમાંથી મુક્ત કરાવવાનું ખાતાનું લક્ષ છે. આમ, પૂજ્યમહાત્મા ગાંધીજીના નશામુક્ત સમાજના સ્વપ્નને સાકાર કરવા નશાબંધી અને આબકારી ખાતુંકૃતનિશ્ચયી છે.

જાહેર તંત્રનો ટૂંકો ઇતિહાસ અને તેની રચનાનો સંદર્ભ

પ્રાચીન સમયમાં સમાજના કેટલાક વર્ગોમાં સોમરસ જેવું માદક પીણુંલેવાતું હતું. તેમ છતાં ભારત યુગોથી કેફી પીણાંના અનિષ્ટને નાબૂદ કરવાના ખ્યાલનેપોષતું આવ્યું છે. ભારત વર્ષમાં બ્રિટિશરાજની હકૂમત આવતા, સને ૧૮૭૮ માં આવા કેફીપીણાં / પદાર્થો ઉપર આબકારી જકાત વસૂલ લેવાથી થતાં નાણાકીય લાભને ધ્યાનમાં લઇ મુંબઇઆબકારી અધિનિયમ, ૧૮૭૮ અમલમાં મૂકવામાં આવેલ અને તેની સાથે-સાથે આબકારી ખાતાનો જન્મથયેલ.

સને ૧૯૧૫ માં મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા અનેતેમણે એ બાબત નોંધી કે લોકોની સ્થિતિ દુ:ખદ હતી અને વસ્તીનો મોટો ભાગ દારૂણગરીબીમાં જીવતો હતો. લોકોની આ ગરીબી માટેનું એક કારણ કેફી પીણાં તથા પદાર્થોનુંઅનિષ્ટ હતું. મહાત્મા ગાંધીજીએ તે વખતે ચાર બાબતોનો કાર્યક્રમ ઘડી કાઢયો. આ ચારબાબતો વિદેશી શાસનમાંથી મુક્તિ મેળવવા માટે હતી. આ ચાર બાબતોમાંની એક નશાબંધી નીતિહતી. ભારતમાં પ્રાંતિય સરકાર પધ્ધતિ દાખલ થઇ અને ૧૯૩૭ માં કોંગ્રેસ સત્તા ઉપર આવીત્યારે, તે સમયના મુંબઇ રાજ્યએ મહાત્મા ગાંધીજીના વિચારોથી પ્રેરાઇને દારૂબંધી નીતિતબક્કાવાર અમલમાં મુકવાનું નક્કી કર્યું. બીજા વિશ્વ યુધ્ધ પછી મુંબઇ રાજ્યમાંપ્રાંતિય ધારાસભામાં કોંગ્રેસ સરકાર સત્તામાં રહેલ નહીં. ત્યાર બાદ તે સમયના મુંબઇરાજ્યમાં નશાબંધીની નીતિ ત્યજી દેવામાં આવતા, નશાબંધી નીતિને ધક્કો લાગ્યો. આમ છતાં૧૯૪૭ માં આઝાદી મળતા પ્રજાકીય સરકાર સત્તા ઉપર આવી ત્યારે તા. ૧૬ જૂન, ૧૯૪૯ થીમુંબઇ નશાબંધી ધારો અમલમાં આવ્યો. તે તારીખથી બ્રિટિશ સરકારે અમલમાં મૂકેલ ૧૮૭૮ નોઆબકારી અધિનિયમ રદ થઇ ગયેલ. તા. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ ના રોજ ભારતનું બંધારણ અમલમાંઆવતાં બંધારણની જોગવાઇઓ હેઠળ ૧૯૪૯ ના કાયદાને યથાવત સ્વરૂપે અપનાવવામાં આવ્યો અનેત્યાર બાદ ઉચ્ચત્તમ ન્યાયાલય સુધી આ અધિનિયમની અમુક જોગવાઇઓને પડકારવામાં આવેલી.જેના લીધે મૂળ અધિનિયમની અમુક કલમો ઉચ્ચત્તમ ન્યાયાલયના આદેશ મુજબ રદ થઇ ગયેલછે.

આઝાદી પછી ભાષા આધારે રાજ્યોનું વિભાજન કરવામાં આવ્યું ત્યારે, હાલનું મહારાષ્ટ્ર અને ગુજરાત બૃહદ મુંબઇ રાજ્ય તરીકે ઓળખાતું હતું. તે વખતે મુંબઇનશાબંધી ધારો, ૧૯૪૯ સમગ્ર બૃહદ મુંબઇ રાજ્યમાં અમલમાં હતો.

તા.૧-૫-૧૯૬૦ ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઇ ત્યારે, મુંબઇનશાબંધી અધિનિયમને જે તે સ્વરૂપમાં અપનાવવામાં આવેલ અને આ કાયદાના અમલીકરણ માટેઆબકારી ખાતાના બદલે ખાતાનું નામ નશાબંધી અને આબકારી ખાતું રાખવામાં આવેલ.

આ માટે શરૂઆતથી જ ખાતાના વડા તરીકે નિયામક ફરજ બજાવતા હતા. તેમનાનીચે જુદી જુદી કેડરોમાં વહીવટી સ્ટાફ કામગીરી બજાવતો હતો. જિલ્લાઓમાં જ્યાં વધારેકામગીરી હતી ત્યાં વર્ગ-૧ અને ઓછી કામગીરીવાળા જિલ્લાઓમાં વર્ગ-ર ના નશાબંધી અનેઆબકારી અધીક્ષકો ફરજ બજાવતા હતાં. આ ખાતા દ્વારા પાસ, પરમિટ, પરવાના આપી કાયદાકીયરીતે નશાકારક ચીજોના નિયંત્રણની કામગીરી શરૂઆતમાં થતી હતી. 

કચેરીની ફરજો, મુખ્ય પ્રવૃત્તિઓ / કાર્યો -

નશાબંધી અને આબકારી  કચેરી નશાકારક ચીજોના કાયદેસર ઉપયોગ માટેપરવાના, પરમિટ વિગેરે કાઢી આપવાની અને નશાની બદીથી લોકો દૂર રહે તે માટે નશાબંધીપ્રચારની પ્રવૃત્તિ કરે છે. આ માટે નશાબંધી અને આબકારી ખાતું નીચેના કાયદાઓ અનેનિયમોનો અમલ કરાવે છે.

રાજ્ય અધિનિયમો

 • મુંબઇ નશાબંધી અધિનિયમ, ૧૯૪૯
 • મુંબઇ ઔષધ નિયંત્રણ અધિનિયમ, ૧૯૫૯

કેન્દ્રિય અધિનિયમો

ઉપરોક્ત ધારાઓ નીચે અલગ અલગ ચીજોના નિયંત્રણ માટે નીચેમુજબના નિયમો અમલમાં છે:-  

 • બોમ્બે નીરા રૂલ્સ, ૧૯૫૧
 • નીરા કન્ઝમ્પશન ઓર્ડર, ૧૯૫૮
 • બોમ્બે ફોરેન લીકર રૂલ્સ, ૧૯૫૩
 • બોમ્બે સેક્રામેન્ટલ વાઇન રૂલ્સ, ૧૯૫૦
 • બોમ્બે સેક્રામેન્ટલ વાઇન મેન્યુફેકચરીંગ રૂલ્સ, ૧૯૫૦
 • બોમ્બેરેક્ટિફાઇડ સ્પિરિટ રૂલ્સ, ૧૯૫૧
 • બોમ્બે પ્રોહિબિશન (મેન્યુફેક્ચર ઓફ સ્પિરિટ) (ગુજરાત) રૂલ્સ, ૧૯૬૩
 • ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ આલ્કોહોલ (ઇમ્પોર્ટ, સ્ટોરેજ એન્ડ સેલ ફોરએક્સપોર્ટ ઓવરસીઝ ઇન બોન્ડ) રેગ્યુલેશન, ૧૯૬૬
 • બોમ્બેડીનેચર્ડ સ્પિરિટ રૂલ્સ, ૧૯૫૯
 • ગુજરાત ડીનેચર્ડ સ્પિરિચ્યુઅસ પ્રીપરેશન રૂલ્સ, ૧૯૬૨
 • ધી સ્પિરિચ્યુઅસ પ્રીપરેશન (ટ્રાન્સપોર્ટ એન્ડ એક્સપોર્ટ અંડરબોન્ડ) રૂલ્સ, ૧૯૫૩
 • ગુજરાત આર્ટિકલ્સ અનફીટ ફોર યુઝ એઝ ઇન્ટોકસીકેટીંગ લીકર (મેન્યુફેકચરીંગ એન્ડ ઇમ્પોર્ટ) રેગ્યુલેશન, ૧૯૬૬
 • બોમ્બે મહુડા ફલાવર્સ રૂલ્સ, ૧૯૫૦
 • બોમ્બે મોલાસીસ રૂલ્સ, ૧૯૫૫
 •  ગુજરાત મિથાઇલ આલ્કોહોલ રૂલ્સ, ૧૯૮૧
 •  ગુજરાત રોટનગર એન્ડ એમોનિયમ ક્લોરાઇડ (મેન્યુફેક્ચર એન્ડ પઝેશન)રૂલ્સ, ૧૯૭૭
 •  ગુજરાત પોપી કેપ્સ્યુલ રૂલ્સ, ૧૯૬૩
 •  મેડિસિનલ એન્ડ ટોયલેટ પ્રીપરેશન (એક્સાઇઝ ડયુટી) નિયમો, ૧૯૫૬
 •  બોમ્બે ડ્રગ્સ કન્ટ્રોલ ( ગુજરાત રૂલ્સ ), ૧૯૬૧
 •  ધ ગુજરાત સ્પિરિચ્યુઅસ પ્રીપરેશન નિયમો, ૨૦૦૫

ઉપરોક્ત કાયદાઓ તથા તે હેઠળ ઘડેલા નિયમો હેઠળ વિવિધ પ્રતિબંધિતપદાર્થોના શુધ્ધ બુધ્ધિપૂર્વકના ઉત્પાદન, વેચાણ, કબજા, ઉપયોગ, હેરફેર, આયાત અનેનિકાસ જેવી જુદી જુદી પ્રવૃત્તિઓના નિયંત્રણ તથા નિયમનની કામગીરી આ કચેરી કરે છે.ઉપર્યુક્ત વિવિધ પ્રવૃત્તિઓના શુધ્ધ-બુધ્ધિપૂર્વકના ઉપભોક્તાઓના હિતમાં રાજ્યનીસ્થાપનાના સમયથી જ ઔદ્યોગિક આલ્કોહોલના ઉત્પાદન, વેચાણ તથા જૂજ પ્રતિબંધિતદ્રવ્યોના વેચાણ સિવાયની તમામ પ્રવૃત્તિઓને લગત પરવાના, પાસ, પરમિટ તથાઅધિકૃતિપત્રો કાઢી આપવા તથા તેને લગત અન્ય તમામ કામગીરીનું વિકેન્દ્રીકરણ કરી, જિલ્લા કક્ષાએ અને બહુજન સમાજને અસર કરતા કેટલાક પરવાના-પરમિટને લગત કામગીરી અર્થેછેક તાલુકા કક્ષાએ સત્તાઓ આપવામાં આવેલ છે.

 

ઉપરાંત સામાજીક જાગૃતિ અને કેળવણીના ઉદ્દેશને કેન્દ્રમાં રાખીનેવિવિધ દૃશ્ય-શ્રાવ્ય પ્રચાર માધ્યમોની મદદથી અને શૈક્ષણિક-સ્વૈચ્છિક-ધાર્મિકસંસ્થાઓના સહયોગથી ખાતાના અધિકારી / કર્મચારીઓ દ્વારા આદિવાસી તેમજ બિન આદિવાસીવિસ્તારોમાં નશાબંધીના ઘનિષ્ટ પ્રચારની કામગીરી કરવામાં આવી રહી છે.

કચેરી દ્વારા આપવામાં આવતી સેવાઓની યાદી અને તેનુંસંક્ષિપ્ત વિવરણ

 • કચેરી દ્વારા નીચે મુજબના પ્રતિબંધિત પદાર્થોના ઉત્પાદકો, વપરાશકર્તાઓ, વેચાણકર્તાઓ અને ઉપભોગકર્તાઓને જુદા જુદા પ્રકારના પરવાના, પરમિટ, અધિકૃતિપત્રો અને હેરફેર, આયાત કે નિકાસના પાસ આપવામાં આવે છે.

અનુક્રમ

પ્રતિબંધિત પદાર્થનું નામ

નીરો

વિદેશીદારૂ

સેક્રામેન્ટલવાઇન

રેક્ટિફાઇડસ્પિરિટ

ઔદ્યોગિકઆલ્કોહોલ

વિકૃત કરેલસ્પિરિટ

વિકૃત કરેલ સ્પિરિટવાળીબનાવટો

સ્પિરિટવાળી ઔષધિય અનેઅન્ય બનાવટો

ઔષધીય અનેસૌંદર્યપ્રસાધન બનાવટો

૧૦

કેફી પીણાં તરીકેઅયોગ્ય હોય તેવી સ્પિરિટવાળી બનાવટો

૧૧

અફીણ

૧૨

ભાંગ

૧૩

મહૂડાફૂલો

૧૪

મોલાસીસ

૧૫

મીથાઇલઆલ્કોહોલ

૧૬

નવસાર

૧૭

અખાદ્યગોળ

૧૮

પોષડોડવા

૧૯

હાનિકારકઔષધો

૨૦

નોટિફાઇડડ્રગ્સ

 

  

 • કચેરી દ્વારા સમાજના તમામ વર્ગના લોકોના સામાજીક શિક્ષણના હેતુસરનશાબંધી પ્રચાર અર્થે જુદા જુદા પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.જેમાં મુખ્યત્વે વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે.શૈક્ષણિક કાર્યક્રમોમાં વકતૃત્વ-નિબંધ-ચિત્ર અને રમતગમત સ્પર્ધાઓ, સાંસ્કૃતિકકાર્યક્રમોમાં હાસ્યરસ-મનોરંજનના નાટકો, શેરી નાટકો, મહેંદી હરિફાઇ, ગરબા હરિફાઇ, લોકગીતો, દેશભક્તિ ગીતો, ભજનો, જાદુ (મેજીક શો), ફિલ્મ શો, નશાબંધી પોસ્ટરપ્રદર્શનો, ચર્ચા સભાઓ, બેઠકો વિગેરેનો સમાવેશ થાય છે. વળી, ખાતા દ્વારા હાઇવેહોર્ડીંગ, પ્રચાર બોર્ડ, બસની બેક પેનલો, પ્રચારના બેનરો, ભીંત ચિત્રો તથા સૂત્રો, વર્તમાનપત્રોમાંની જાહેરાતો તથા વિવિધ પ્રકારના સંમેલનો જેમ કે વિદ્યાર્થી સંમેલન, લોકસંમેલન, યુવા સંમેલન, મહિલા સંમેલન, ધાર્મિક સંમેલન, શિબિરો, પરિસંવાદોવિગેરેનું પણ આયોજન કરવામાં આવે છે. વળી, દૂરદર્શન દ્વારા વ્યસનમુક્તિને લગતાસૂત્રો, નાટકો વિગેરે પ્રસારિત કરવામાં આવે છે. 

કચેરી નું સંસ્થાગત માળખું

નશાબંધી અને આબકારી કચેરીની કામગીરી બે ભાગમાં વહેંચાયેલી છે --

 • આબકારી વિષયક કામગીરી
 • નશાબંધી પ્રચાર
 • માળખું -

  

 

આબકારી પ્રભાગ

નિયામક

નાયબ નિયામક(વહીવટ)  તકેદારી એકમ સૌરાષ્ટ્ર           નાયબ નિયામક(એકસાઇઝ) તથા તકેદારી એકમ                                                           (વડોદરા સુરત અમદાવાદ)

નિયામક કચેરી

 

 

 

 

 

 

કુલ આબકારી મહેકમ ૭૦૪

૨૬ જિલ્લા કચેરીઓ

વહીવટી અધિકારી

જિલ્લા અધીક્ષક

[વર્ગ-૧ (૭), વર્ગ-ર (૧૯)]

હિસાબી અધિકારી

આબકારી ઇન્સ્પેકટર

૪૦

કાયદા અધિકારી

સબ ઇન્સ્પેકટર

૧૧૦ 

મદદનીશ નિયામક

જમાદાર

૫૩

 

 

સિપાઇ

૨૩૯

 

 

વહીવટી કર્મચારીગણ વિગેરે

૨૨૮  

 

 આ સંસ્થાગત માળખા હેઠળ અત્રેના તાબા હેઠળ જુદા જુદા સ્તરેકામગીરી કરતી કચેરીઓના સરનામા નીચે મુદ્દા નંબર ૨.૧૧ માં વિગતે દર્શાવેલ છે.

કચેરીની અસરકારકતા અને કાર્યક્ષમતા વધારવા માટેની લોકોપાસેથી અપેક્ષાઓ

 • સમાજમાં નશાનો વ્યાપ ઓછો થાય તે માટે નશા વિરૂધ્ધ પ્રચાર પ્રવૃત્તિમાં લોકોજોડાય અને તેનો બહોળો પ્રચાર કરે.
 • કોઇપણ નીતિને અમલમાં મૂકવી હોય તો ફક્ત કાયદો પૂરતો નથી. નશાબંધીનીતિમાં પ્રત્યેક નાગરિકને શ્રધ્ધા હોવી જરૂરી છે અને વ્યક્તિએ પોતે નક્કી કરવુંજોઇએ કે, કેફી પદાર્થોથી દૂર રહેવાથી તેને કયા અંગત લાભ થશે. રાજ્યના તમામ નાગરિકોઆ મુદ્દે નશાબંધી નીતિને બળ મળે તે માટે સ્વયં શિસ્ત કેળવે તેવી ખાતું અપેક્ષા રાખેછે.

લોકસહયોગ મેળવવા માટેની ગોઠવણ અને પધ્ધતિઓ

ઉપર મુદ્દા નં. ર.૬ માં વર્ણવેલ પ્રકારના પ્રચાર કાર્યક્રમો કરવામાટે સ્થાનિક સંજોગો તેમજ નાણાકીય પ્રાપ્યતાઓને ધ્યાને લઇ વિવિધ શૈક્ષણિક, ધાર્મિક, સ્વૈચ્છિક સંસ્થાઓ, ધાર્મિક સંત-મહાત્માઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ વિવિધ ઉચ્ચઅધિકારીઓ અને પદાધિકારીઓનો સહયોગ મેળવવાની પ્રથા અમલમાં છે. આ માટે રાજ્યમાંનશાબંધી મંડળ ઉપરાંત ૭૬ નશાબંધી સંસ્કાર કેન્દ્રો કાર્યરત છે. આ નશાબંધી સંસ્કારકેન્દ્રો સ્વૈચ્છિક સંસ્થાઓ છે, જેના સહકારથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાંઆવે છે અને નશાબંધી પ્રચારની કામગીરી સતત થતી રહે તે પ્રકારની ગોઠવણ કરવામાં આવેછે. આ ઉપરાંત નશાબંધીના ઘનિષ્ટ પ્રચાર અર્થે પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિન ર જીઓકટોબરથી ૮ મી ઓક્ટોબર સુધી નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જેમાં વિવિધમાધ્યમો દ્વારા ૭ દિવસ સુધી નશાબંધીનો ઘનિષ્ટ પ્રચાર કરવામાં આવે છે. લોકોનેનશાબંધીનો અમલ કરવા માટે શપથ લેવડાવવામાં આવે છે અને નશાની બદીમાં સપડાયેલા લોકોનેનશાથી મુક્ત થવા માટે સમજ આપવામાં આવે છે.  આ માટે રાજ્યના ધોરીમાર્ગો ઉપરહોર્ડિંગ્સ દ્વારા, બસો પાછળની બેક પેનલોમાં નશાબંધી પ્રચારની જાહેરાતો પ્રદર્શિતકરવામાં આવે છે.

 

સેવા આપવાના દેખરેખ, નિયંત્રણ અને જાહેર ફરિયાદ નિવારણમાટે ઉપલબ્ધ તંત્ર

આ માટે દરેક કચેરીમાં સરકારશ્રીની સ્થાયી સૂચના મુજબ ફરિયાદ પેટીરાખવામાં આવી છે. સેવા આપવા ઉપર દેખરેખ માટે અત્રેના ખાતામાં જિલ્લા કક્ષાએ અધીક્ષકતથા તેમના તાબાના ક્ષેત્રિય અધિકારીઓને સીધી ફરિયાદ કરી શકાય છે. તે ઉપરાંત રાજ્યકક્ષાએ નિયામકને અને સરકારશ્રી કક્ષાએ અગ્ર સચિવશ્રીને અને મંત્રાલય કક્ષાએ માનનીયમંત્રીશ્રીને લેખિત અથવા તો ટેલીફોનથી ગમે ત્યારે ફરિયાદ કરી શકાય છે. આ બાબતેમાનનીય મુખ્ય મંત્રીશ્રીની કક્ષાએ લોકફરિયાદના નિવારણ અર્થે “ સ્વાગત ” કાર્યક્રમનું પણ વખતો-વખત આયોજન થાય છે. જેમાં પણ જાહેર ફરિયાદ કરી શકાયછે.

 

મુખ્ય કચેરી અને જુદા જુદા સ્તરોએ આવેલી અન્ય કચેરીઓનાસરનામા

અત્રેના સીધા તાબા હેઠળ આવેલી વિવિધ આબકારી કચેરીઓના સરનામા સામેલપત્રક મુજબ છે:-

 

નશાબંધી અને આબકારી ખાતાની કચેરીઓના નામ અનેસરનામાની વિગત

ક્રમ

કચેરીનુંનામ

સરનામું

નિયામકની કચેરી, નશાબંધી અને આબકારી ખાતું, ગુજરાતરાજય,

ઓ-૨, ન્યુ મેન્ટલ હોસ્પિટલ બિલ્ડિંગ, અસારવા, અમદાવાદ-૧૬

નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી, અમદાવાદ

લોકમાન્ય તિલક બાગ (વિક્ટોરીયા ગાર્ડન)ની સામે, લાલદરવાજા, અમદાવાદ

૩ 

નશાબંધી અને આબકારી નિરીક્ષકની કચેરી, ઉત્તર વિભાગ, અમદાવાદ શહેર

લોકમાન્ય તિલક બાગ (વિક્ટોરીયા ગાર્ડન)ની સામે, લાલદરવાજા, અમદાવાદ

૪ 

નશાબંધી અને આબકારી નિરીક્ષકની કચેરી, દક્ષિણ વિભાગ, અમદાવાદ શહેર

લોકમાન્ય તિલક બાગ (વિક્ટોરીયા ગાર્ડન)ની સામે, લાલદરવાજા, અમદાવાદ

૫ 

નશાબંધી અને આબકારી તકેદારી નિરીક્ષકની કચેરી, અમદાવાદ

લોકમાન્ય તિલક બાગ (વિક્ટોરીયા ગાર્ડન)ની સામે, લાલદરવાજા, અમદાવાદ

૬ 

નશાબંધી અને આબકારી નિરીક્ષકની કચેરી, ઇ/ચા. કેડીલાહેલ્થકેર C/o રેસ્ટેક ફાર્માસ્યુટીકલ્સ

લોકમાન્ય તિલક બાગ (વિક્ટોરીયા ગાર્ડન)ની સામે, લાલદરવાજા, અમદાવાદ

૭ 

નશાબંધી અને આબકારી નિરીક્ષકની કચેરી, ઇ/ચા. સીએસડીડેપો.

કેમ્પના હનુમાનની સામે, એરપોર્ટ રોડ, અમદાવાદ

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક, અમદાવાદ ઉત્તર-૧ નીકચેરી

લોકમાન્ય તિલક બાગ (વિક્ટોરીયા ગાર્ડન)ની સામે, લાલદરવાજા, અમદાવાદ

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક, અમદાવાદ ઉત્તર-૨ નીકચેરી

લોકમાન્ય તિલક બાગ (વિક્ટોરીયા ગાર્ડન)ની સામે, લાલદરવાજા, અમદાવાદ

૧૦

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક, અમદાવાદ ઉત્તર-૩ નીકચેરી

લોકમાન્ય તિલક બાગ (વિક્ટોરીયા ગાર્ડન)ની સામે, લાલદરવાજા, અમદાવાદ

૧૧

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક, અમદાવાદ ઉત્તર-૪ નીકચેરી

લોકમાન્ય તિલક બાગ (વિક્ટોરીયા ગાર્ડન)ની સામે, લાલદરવાજા, અમદાવાદ

૧૨

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક, અમદાવાદ દક્ષિણ-૧ની કચેરી

લોકમાન્ય તિલક બાગ (વિક્ટોરીયા ગાર્ડન)ની સામે, લાલદરવાજા, અમદાવાદ

૧૩

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક, અમદાવાદ દક્ષિણ-૨ની કચેરી

લોકમાન્ય તિલક બાગ (વિક્ટોરીયા ગાર્ડન)ની સામે, લાલદરવાજા, અમદાવાદ

૧૪

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક, અમદાવાદ દક્ષિણ-૩ની કચેરી

લોકમાન્ય તિલક બાગ (વિક્ટોરીયા ગાર્ડન)ની સામે, લાલદરવાજા, અમદાવાદ

૧૫

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક, અમદાવાદ દક્ષિણ-૪ની કચેરી

લોકમાન્ય તિલક બાગ (વિક્ટોરીયા ગાર્ડન)ની સામે, લાલદરવાજા, અમદાવાદ

૧૬

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક ઇ/ચા. મિથાઇલઆલ્કોહોલની કચેરી અમદાવાદ

લોકમાન્ય તિલક બાગ (વિક્ટોરીયા ગાર્ડન)ની સામે, લાલદરવાજા, અમદાવાદ

૧૭

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક ઇ/ચા. ધોળકાનીકચેરી

લોકમાન્ય તિલક બાગ (વિક્ટોરીયા ગાર્ડન)ની સામે, લાલદરવાજા, અમદાવાદ

૧૮

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષકની કચેરી, ઇ/ચા. વાઇનશોપ હોટલ કામા

ખાનપુર , અમદાવાદ

૧૯

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષકની કચેરી, ઇ/ચા. વાઇનશોપ હોટલ રીવેરા

ખાનપુર , અમદાવાદ

૨૦

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષકની કચેરી, ઇ/ચા. વાઇનશોપ હોટલ ઇન્દર રેસીડન્સી

મધુવન ટાવર પાછળ, માદલપુર અન્ડર બ્રીજ, એલિસ .બ્રીજ,
અમદાવાદ-૩૮૦૦૦૬

૨૧

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષકની કચેરી, ઇ/ચા. વાઇનશોપ હોટલ રોયલ મેનોર

એરપોર્ટ ક્રોસ રોડ, હાંસોલ, અમદાવાદ-૩૮૨૪૭૫

૨૨

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષકની કચેરી, ઇ/ચા. વાઇનશોપ હોટલ પ્રેસીડન્ટ

સ્વસ્તિક ચાર રસ્તા, સી. જી. રોડ, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯

૨૩

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષકની કચેરી, ઇ/ચા. વાઇન શોપ  હોટલ સેન્ટ લોર્ન

આશ્રમરોડ  અમદાવાદ

૨૪

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષકની કચેરી, ઇ/ચા. વાઇનશોપ હોટલ મેટ્રોપોલ

સુભાષબ્રીજ (એયુનીટ ઓફ મેજેસ્ટીક પ્રોડકટસ અમદાવાદ

૨૫

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષકની કચેરી, ઇ/ચા. વાઇનશોપ હોટલ હોટલ ગ્રાન્ડ ભગવતી

સરખેજ ગાંધીનગર હાઇવે અમદાવાદ

૨૬

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષકની કચેરી, ઇ/ચા. વાઇનશોપ હોટલ પેસીફીક  અમદાવાદ

હોટલ પેસીફીક સેટેલાઇટ રોડ  અમદાવાદ

૨૭

નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી, ગાંધીનગર

ડો.જીવરાજ મહેતા ભવન જુના સચીવાલય ગાંધીનગર

૨૮

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષકની કચેરી, ઇ/ચા. વાઇનશોપ હોટલ હવેલી

સેક્ટર ૨૧, ગાંધીનગર

૨૯

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષકની કચેરી, ઇ/ચા.કેમ્બે સ્પાએન્ડ રીસોર્ટ ગાંધીનગર

કેમ્બે સ્પાએન્ડ રીસોર્ટ ગાંધીનગર

૩૦

નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી, વડોદરા

નર્મદા ભવન, સી- બ્લોક, ૩જે માળ, જેલ રોડ, વડોદરા

૩૧

નશાબંધી અને આબકારી નિરીક્ષક, વડોદરા શહેર ઉત્તરવિભાગ

નર્મદા ભવન, સી- બ્લોક, ૩જે માળ, જેલ રોડ, વડોદરા

૩૨

નશાબંધી અને આબકારી નિરીક્ષક, વડોદરા શહેર દક્ષિણવિભાગ

નર્મદા ભવન, સી- બ્લોક, ૩જે માળ, જેલ રોડ, વડોદરા

૩૩

નશાબંધી અને આબકારી તકેદારી નિરીક્ષક, વડોદરા

નર્મદા ભવન, સી- બ્લોક, ૩જે માળ, જેલ રોડ, વડોદરા

૩૪

નશાબંધી અને આબકારી નિરીક્ષક, ઇ/ચા. એરોમા ડી ફ્રાન્સપ્રા. લિ.

પાદરા, જિ. વડોદરા

૩૫

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક, ડભોઇ

રેલ્વે સ્ટેશન પાછળ, મુ. ડભોઇ, જિ.વડોદરા

૩૬

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક, છોટાઉદેપુર

નાયબ નિરીક્ષક, છોટા ઉદેપુર

૩૭

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક, ઇ/ચા. ગંધારા સુગરફેકટરી

તા. કરજણ, જિલ્લો વડોદરા

૩૮

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક, ઇ/ચા. વાઇનશોપ, કવિરાજ હોટલ કંપાઉન્ડ

રેલ્વે સ્ટેશન બહાર, અલકાપુરી, સરકીટ હાઉસ સામે, વડોદરા

૩૯

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક, ઇ/ચા. વાઇનશોપએકસપ્રેસ હોટલ

આર.સી. દત્ત રોડ, રેસ કોર્સ, વડોદરા

૪૦

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક, ઇ/ચા. વાઇનશોપવેલકમ ગ્રુપ ગુજરાત હોટલ

આર.સી. દત્ત રોડ, રેસ કોર્સ, વડોદરા

૪૧

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક, ઇ/ચા. એફ.પી.પટેલ.કંપની રાવપુરા

આર. સી. દત્ત રોડ, વડોદરા

૪૨

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક, ઇ/ચા. બરોડાવાઇન્સ, હોટલ સત્યકેતુ

સયાજીગંજ, વડોદરા

૪૩

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક, ઇ/ચા. જીન્દાલ હોટલસૂર્ય પેલેસ,

સયાજીગંજ, વડોદરા

૪૪

નશાબંધી અને આબકારી જમાદાર, ઇ/ચા. વડોદરા જિલ્લા દૂધઉત્પાદક સંઘ લિ.

મુ.ઇટોલા, વડોદરા.

૪૫

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક, ઇ/ચા. મિથાઇલઆલ્કોહોલ

નર્મદા ભવન, સી- બ્લોક, ૩જે માળ, જેલ રોડ, વડોદરા

૪૬

નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી, ભરૂચ

બહુમાળી મકાન, ભરૂચ

૪૭

નશાબંધી અને આબકારી નિરીક્ષકની કચેરી, ભરૂચ

પાંચ બત્તી, સેલ્સ ટેક્ષ ઓફીસની બાજુમાં, પાંચ બત્તી, ભરૂચ

૪૮

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક ઇ/ચા કીંજલ કેમીકલ્સ  સુલતાન પુરા  ઝઘડીયા જી. ભરૂચ

કીંજલ કેમીકલ્સ

સુલતાન પુરા  ઝઘડીયા જી. ભરૂચ

૪૯

નશાબંધી અને આબકારી નિરીક્ષક ઇ/ચા પંડવાઇસુગર ફેકટરી

મુ. પંડવાઇ તા. હાંસોટ જિ. ભરૂચ

૫૦

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક ઇ/ચા વાઇનશોપક્રાઇસો હોટલ,

અંકલેશ્વર જી.આઇ.ડી.સી., રાજપીપળા ચોકડી, અંકલેશ્વરજિલ્લો ભરૂચ

૫૧

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક ઇ/ચા ગણેશ ખાંડઉદ્યોગ સહકારી મંડળી લિ.

વટારીયા, તા. વાલીયા, જિ.ભરૂચ

૫૨

નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી, વલસાડ

સેવા સદન -૧, ધરમપુર રોડ, ૬ઠ્ઠો માળ, વલસાડ

૫૩

નશાબંધી અને આબકારી નિરીક્ષકની કચેરી, વલસાડ

જૈન સેવા મંડળનું મકાન, ફૂલ ગલિ.ા નાકે, ગોલવાડ, વલસાડ

૫૪

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષકની કચેરી, વલસાડ

જૈન સેવા મંડળનું મકાન, ફૂલ ગલીના નાકે, ગોલવાડ, વલસાડ

૫૫

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષકની કચેરી, વાપી

વાપી ઓર્ગેનીકસ, મેક લેબોરેટરી પ્લોટ નં.૨૦ / એ , ફર્સ્ટ ફેઝ, જી.આઇ.ડી.સી., વાપી

૫૬

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક ઇ/ચા સુગર ફેકટરી, વલસાડ

નેશનલ હાઇવે નં.૮, પારનેરા, પારડી

૫૭

નશાબંધી અને આબકારી પ્રચાર અધિકારી, વલસાડ

સેવા સદન -૧, ધરમપુર રોડ, ૬ઠ્ઠો માળ, વલસાડ

૫૮

નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી, નર્મદા

લાલ ટાવર પાસે, મામલતદાર ઓફીસ સામે, રાજપીપળા

૫૯

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક, ઇ/ચા નર્મદા ખાંડઉઘોગ સહકારી મંડળી લિ.

ધારીખેડા, જિલ્લો નર્મદા

૬૦

નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી, નવસારી

જુના થાણા, બીજો માળ, બહુમાળી મકાન, એ- બ્લોક, નવસારી

૬૧

નશાબંધી અને આબકારી નિરીક્ષકની કચેરી, નવસારી

જુના થાણા, બીજો માળ, બહુમાળી મકાન, એ- બ્લોક, નવસારી

૬૨

નશાબંધી અને આબકારી નિરીક્ષક ઇ/ચા શ્રી સહકારી ખાંડઉદ્યોગ મંડળી

ગણદેવી, જિ. નવસારી

૬૩

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક ઇ/ચા સુગરફેકટરી

વેસમા ચોકડી પાસે, કલ્યાણનગર, મરોલી

૬૪

નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી, સુરેન્દ્રનગર

બહુમાળી ભવન, એ-બ્લોક, પહેલા માળે, રૂમ નં. ૧૦૨, સુરેન્દ્રનગર

૬૫

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક, ધાંગધ્રાનીકચેરી

જુની જેલ, ધાંગધ્રા

૬૬

નશાબંધી અને આબકારી નિરીક્ષકની કચેરી, સુરેન્દ્રનગર

બહુમાળી ભવન, એ-બ્લોક, પહેલા માળે, રૂમ નં. ૧૦૨, સુરેન્દ્રનગર

૬૭

નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી, અમરેલી

બહુમાળી ભવન, બીજો માળ, રૂમ નં.૨૦૫-૨૦૬, અમરેલી

૬૮

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક સાવરકુંડલાનીકચેરી

બસ સ્ટેન્ડ પાસે, તાલુકા પંચાયત કંપાઉન્ડ, સાવરકુંડલા, જિ. અમરેલી

૬૯

નશાબંધી અને આબકારી નિરીક્ષક અમરેલીનીકચેરી

બહુમાળી ભવન, બીજો માળ, રૂમ નં.૨૦૫-૨૦૬, અમરેલી

૭૦

નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી, કચ્છ (ભુજ)

બહુમાળી ભવન, બ્લોક નં.૪૦૪, ત્રીજે માળ, ભુજ (કચ્છ)

૭૧

નશાબંધી અને આબકારી નિરીક્ષકની કચેરી, ભુજ

બહુમાળી ભવન, બ્લોક નં.૪૦૪, ત્રીજે માળ, ભુજ (કચ્છ)

૭૨

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક ઇ/ચા હોટલપ્રિન્સ

રેલ્વે સ્ટેશન રોડ, ભુજ

૭૩

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક અંજાર

પોલીસ સ્ટેશનની બાજુમાં, હંગામી આવાસ રૂમ નં. ૫,
પોલિટેકનીકની બાજુમાં, અંજાર

૭૪

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક ઇ/ચા હોટલ સીએલશર્મા રિસોર્ટ

ગળપાદર, ગાંધીધામ, જિ. કચ્છ

૭૫

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક ઇ/ચા હોલિડેરિસોર્ટ

ગળપાદર, ગાંધીધામ, જિ. કચ્છ

૭૬

નશાબંધી અને આબકારી નિરીક્ષક ઇ/ચા મે. જયુબીલન્ટલિ.

મુ.કંડલા, જિ. કચ્છ

૭૭

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક ઇ/ચા સેવનસ્કાય  એન્ટરટેઇનમેન્ટ પ્રા.લી. ભુજ 

સેવનસ્કાય  એન્ટરટેઇનમેન્ટ પ્રા.લી. ભુજ 

૭૮

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક ઇ/ચા રાજવીરીસોર્ટ એન્ડ હોટલ્સ પ્રા.લી  ગળપાદર  ગાંધીધામ

રાજવીરીસોર્ટ એન્ડ હોટલ્સ પ્રા.લી  ગળપાદર  ગાંધીધામ

૭૯

નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી, જુનાગઢ

શિવાંશુ બિલ્ડીંગ , ગેબનશાપીર દરગાહનો રોડ, પાંજરાપોળની સામે, ઉપરકોટ,જુનાગઢ

૮૦

નશાબંધી અને આબકારી નિરીક્ષકની કચેરી, જુનાગઢ

શિવાંશુ બિલ્ડીંગ , ગેબનશાપીર દરગાહનો રોડ, પાંજરાપોળની સામે, ઉપરકોટ,જુનાગઢ

૮૧

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષકની કચેરી, વેરાવળ

મામલતદારની કચેરીની બાજુમાં, વેરાવળ, જિ.જુનાગઢ

૮૨

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષકની કચેરી ઇ/ચા તાલાલાખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી

તાલાલા, જિ. જુનાગઢ

૮૩

નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી, પોરબંદર

જિલ્લા સેવા સદન નં. ૨, કચેરી નં. ૧૯, સાંદિપની આશ્રમરોડ, પોરબંદર

૮૪

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષકની કચેરી, પોરબંદર

પેરેડાઇઝ સીનેમા પાસે પાગાબાપાના આશ્રમ પાસે,
જી.ઇ.બી. સામે, પોરબંદર

૮૫

નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી, ભાવનગર

સંત કવરરામ ચોક, કાળા નાળા, ભાવનગર

૮૬

નશાબંધી અને આબકારી નિરીક્ષકની કચેરી, ભાવનગર

પહેલો માળ, એફ બ્લોક, બહુમાળીભવન, ભાવનગર

૮૭

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષકની કચેરી, મહુવા

કોર્ટ બિલ્ડીંગ, ગાંધીબાગ સામે, મહુવા

૮૮

નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી, જામનગર

બહુમાળી મકાન, બીજા માળે, લાલ બંગલો, જામનગર

૮૯

નશાબંધી અને આબકારી નિરીક્ષકની કચેરી, જામનગર

બહુમાળી મકાન, બીજા માળે, લાલ બંગલો, જામનગર

૯૦

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષકની કચેરી, જામખંભાળીયા

બકાલા માર્કેટ પાસે, દરબાર ગઢ પાસે, જામખંભાળીયા

૯૧

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક ઇ/ચા વાઇનશોપ, મોટેલદામજી

અંધ આશ્રમની પાસે, જામખંભાળીયા રોડ, જામનગર

૯૨

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક ઇ/ચા વાઇનશોપ હોટલ ફોર્ચ્યુન પેલેસ  જામનગર

હોટલ ફોર્ચ્યુન પેલેસ  જામનગર

૯૩

નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી, રાજકોટ

ભાવનગરનો ઉતારો, ઢેબરભાઇ રોડ, ખાદી ગ્રામોદ્યોગ પાસે, રાજકોટ

૯૪

નશાબંધી અને આબકારી નિરીક્ષકની કચેરી, રાજકોટ

ભાવનગરનો ઉતારો, ઢેબરભાઇ રોડ, ખાદી ગ્રામોદ્યોગ પાસે, રાજકોટ

૯૫

નશાબંધી અને આબકારી તકેદારી નિરીક્ષકની કચેરી, રાજકોટ

ભાવનગરનો ઉતારો, ઢેબરભાઇ રોડ, ખાદી ગ્રામોદ્યોગ પાસે, રાજકોટ

૯૬

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક પૂર્વ વિભાગનીકચેરી, રાજકોટ

ભાવનગરનો ઉતારો, ઢેબરભાઇ રોડ, ખાદી ગ્રામોદ્યોગ પાસે, રાજકોટ

૯૭

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક પશ્ચિમ વિભાગનીકચેરી, રાજકોટ

ભાવનગરનો ઉતારો, ઢેબરભાઇ રોડ, ખાદી ગ્રામોદ્યોગ પાસે, રાજકોટ

૯૮

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક ગોંડલનીકચેરી

બંદર, સ્ટેશન પ્લોટ, ગોંડલ

૯૯

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક ઇ/ચા ફોરેન વાઇનમરચન્ટ એસોસીયેશન

ઢેબર રોડ, રાજકોટ

૧૦૦ 

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક ઇ/ચા સીટીઓર્ગેનાઇઝર પ્રા. લિ.

યાજ્ઞિક રોડ, રાજકોટ

૧૦૧

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક ઇ/ચા હોટલ કે. કે.ઇન્ટરનેશનલ

કોટેચા સર્કલ, કાલાવડ રોડ,રાજકોટ

૧૦૨

નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી, હિંમતનગર

વખારીયા વાડ, ગાંધીરોડ, હિંમતનગર, જિ. સાબરકાંઠા

૧૦૩

નશાબંધી અને આબકારી નિરીક્ષકની કચેરી, હિંમતનગર

વખારીયા વાડ, ગાંધીરોડ, હિંમતનગર, જિ.સાબરકાંઠા

૧૦૪   

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષકની કચેરી, પ્રાંતિજ

રેલ્વે સ્ટેશનની સામે, ભાખરીયા, પ્રાંતિજ જિ.સાબરકાંઠા

૧૦૫

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષકની કચેરી, શામળાજીચેકપોસ્ટ

સ્ટેટ હાઇવે, શામળાજી, જિ. સાબરકાંઠા

૧૦૬

નશાબંધી અને  આબકારી જમાદારઇ/ચા.  સાબર ડેરી  હિમંતનગર જી સાંબરકાંઠા

સાબર ડેરી  હિમંતનગર જી સાંબરકાંઠા

૧૦૭

નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી, પાલનપુર

જોરાવર પેલેસ, સિંચાઇ ભવનની સામે, પાલનપુર, જિ.બનાસકાંઠા

૧૦૮

નશાબંધી અને આબકારી નિરીક્ષકની કચેરી, પાલનપુર જી. બનાસકાંઠા

જોરાવર પેલેસ, સિંચાઇ ભવનની સામે, પાલનપુર, જિ.બનાસકાંઠા

૧૦૯

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષકની કચેરી, દિયોદર

જુની કોર્ટ કંમ્પાઉન્ડમાં, દિયોદર, જિ.બનાસકાંઠા

૧૧૦

નશાબંધી અને  આબકારી જમાદારઇ/ચા.  બનાસ ડેરી  જગાણા રોડ પાલનપુર જી. બનાસકાંઠા

.  બનાસ ડેરી  જગાણા રોડ પાલનપુર જી. બનાસકાંઠા

૧૧૧

નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી, પાટણ

જીલ્લા સેવા સદન  બ્લોક  નં૨  બીજો માળ પાટણ

૧૧૨

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષકની કચેરીપાટણ

જીલ્લા સેવા સદન  બ્લોક  નં૨  બીજો માળ પાટણ

૧૧૩

નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી, નડીયાદ

જુની મામલતદાર ઓફીસ સ્ટેશનરોડ નડીઆદ

૧૧૪

ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી , કેટલફીડજમાદારની કચેરી, કંજરી

જુની મામલતદાર ઓફીસ સ્ટેશનરોડ નડીઆદ

૧૧૫

નશાબંધી અને આબકારી નિરીક્ષકની કચેરી

જુની મામલતદાર ઓફીસ સ્ટેશનરોડ નડીઆદ

૧૧૬

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષકની કચેરી ઇ/ચા વાઇનશોપ ઓએસીસ ગાર્ડન,

 ૯૮/૨, નેશનલ હાઇવે નં.૮, ડુમરાલ તા. નડીયાદ, જિ.ખેડા

૧૧૭

નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી, આણંદ

જુની  કલેકટર  કચેરી  અમુલ ડેરી રોડ આણંદ આણંદ

૧૧૮

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક ઇ/ચા વાઇનશોપ, હોટલસુરભી રેસિડન્સી

અમુલ ડેરીની સામે, ગળીયેલ, આણંદ

૧૧૯

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષકની કચેરી, આણંદ

સુભાષ શોપિંગ સેન્ટર, જૂના બસ સ્ટેન્ડ પાસે, આણંદ

૧૨૦

નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી, ગોધરા

જિલ્લા સેવા સદન બિલ્ડીંગ, બહુમાળી મકાન, ત્રીજે માળ, ગોધરા

૧૨૧

નશાબંધી અને આબકારી નિરીક્ષકની કચેરી, ગોધરા

જિલ્લા સેવા સદન બિલ્ડીંગ, બહુમાળી મકાન, ત્રીજે માળ, ગોધરા

૧૨૨

નશાબંધી અને આબકારી પ્રચાર અધિકારી, ગોધરા

જિલ્લા સેવા સદન બિલ્ડીંગ, બહુમાળી મકાન, ત્રીજે માળ, ગોધરા

૧૨૩

નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી, દાહોદ

વહોરા સોસાયટી સામે, પ્રાંત ઓફિસની બાજુમાં, દાહોદ.

૧૨૪

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષકની કચેરી, દાહોદ

વહોરા સોસાયટી સામે, પ્રાંત ઓફિસની બાજુમાં, દાહોદ.

૧૨૫

નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી, મહેસાણા

રાજમહેલ, રજો માળ, મહેસાણા

૧૨૬

નશાબંધી અને આબકારી નિરીક્ષકની કચેરી, મહેસાણા

રાજમહેલ, રજો માળ, મહેસાણા

૧૨૭

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક ઇ/ચા વાઇનશોપમે.કેશવ હોલિડે રીસોર્ટ પ્રા. લિ.

વોટર વલ્ડ રિસોર્ટ, અમદાવાદ- મહેસાણા હાઇવે ઉપર, અમીપુરા, મહેસાણા

૧૨૮

નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી,સુરત

બહુમાળી મકાન, એ-બ્લોક, ૭મા માળે, નાનપુરા, સુરત

૧૨૯

નશાબ઼ધી અને આબકારી નિરીક્ષકની કચેરી, સુરતશહેર.

બહુમાળી મકાન, એ-બ્લોક, ૭મા માળે, નાનપુરા, સુરત

૧૩૦

નશાબંધી અને આબકારી નિરીક્ષકની કચેરી, તકેદારીએકમ

બહુમાળી મકાન, એ-બ્લોક, ૭મા માળે, નાનપુરા, સુરત

૧૩૧

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષકની કચેરી, સુરત-૧

બહુમાળી મકાન, એ-બ્લોક, ૭મા માળે, નાનપુરા, સુરત

૧૩૨

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષકની કચેરી, સુરત-૨

બહુમાળી મકાન, એ-બ્લોક, ૭મા માળે, નાનપુરા, સુરત

૧૩૩

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક સુપરવીઝન, સુરતનીકચેરી

બહુમાળી મકાન, એ-બ્લોક, ૭મા માળે, નાનપુરા, સુરત

૧૩૪

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક ઇ/ચા હોટલઓએસીસ

વરાછા રોડ, સુરત

૧૩૫

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક ઇ/ચા ગુજરાતજે.એચ.એમ. હોટલ્સ પ્રા. લિ.

અંબિકાનિકેતન, અઠવા લાઇન્‍સ, સુરત

૧૩૬

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક ઇ/ચા મે. એચ.એચ એન્ડસન્સ

લાલ ગેટ, સુરત

૧૩૭

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક ઇ/ચા મે. એચ.એસ.ઇન્ડીયા પ્રા. લિ.

રીંગ રોડ, રેલ્વે સ્ટેશનની સામે, સુરત

૧૩૮

નશાબંધી અને આબકારી નિરીક્ષક ઇ/ચા શ્રી સાયણ વિભાગસહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ.

સાયણ, જિલ્લો સુરત

૧૩૯

નશાબંધી અને આબકારી નિરીક્ષક ઇ/ચા શ્રી ચલથાણ વિભાગસહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ.

મુ. ચલથાણ જિ. સુરત

૧૪૦

નશાબંધી અને આબકારી નિરીક્ષક ઇ/ચા શ્રી મઢી વિભાગસહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ.

મુ. મઢી, જિ. સુરત

૧૪૧

નશાબંધી અને આબકારી નિરીક્ષક ઇ/ચા શ્રી કામરેજ વિભાગસહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ.

મુ. નવી પારડી, તા. કામરેજ, જિ. સુરત

૧૪૨

નશાબંધી અને આબકારી નિરીક્ષક ઇ/ચા મહુવા પ્રદેશ સહકારીખાંડ ઉદ્યોગ મંડળી લિ.

મુ. બામણીયા, તા. મહુવા, જિ. સુરત

૧૪૩

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક ઇ/ચા શકિત ડિસ્ટિલરીપ્રા. લિ.

જી. આઇ. ડી. સી., સચીન, જિ. સુરત

૧૪૪

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક ઇ/ચા શકિત ડી સ્ટલીરી  સચીન સુરત

જી. આઇ. ડી. સી., સચીન, જિ. સુરત

૧૪૫

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક ઇ/ચા શ્રી ખેડૂતસહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ.

બાબેન, બારડોલી, જિ. સુરત

૧૪૬

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક ઇ/ચા ઉકાઇ પ્રદેશસહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ.

ખુશાલપુરા, વ્યારા, જિલ્લો - સુરત

૧૪૭

નશાબંધી અને આબકારી જમાદાર ઇ/ચા સુમુલ દાણ ફેકટરી,

મુ. ચલથાણ જિ. સુરત

૧૪૮

નશાબંધી અને આબકારી  નિરીક્ષક ઇ/ચા લ્યુના કેમીકલ્સ  અસનાડ સુરત

લ્યુના કેમીકલ્સ  અસનાડ સુરત

૧૪૯

નશાબંધી અને આબકારી પ્રચાર અધિકારી, સુરત

બહુમાળી મકાન, એ-બ્લોક, ૭મા માળે, નાનપુરા, સુરત

૧૫૦

નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી, વ્યારાતાપી

 જીલ્લાસેવા  સદન બ્લોક નં ૩બીજો માળ પાનવાડી વ્યારા   જી. તાપી

૧૫૧

નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી આહવા  જી. ડાંગ

 બ્‍લોક નં.૧૩, ૮૮-બી, આંબાપાડા, આહવા, જિ.ડાંગ

૧૫૨

પ્રમુખશ્રી, નશાબંધી મંડળ, ગુજરાત રાજ્ય, અમદાવાદ

બહુમાળી ભવન સામે, લાલ દરવાજા, ભદ્ર, અમદાવાદ

 

 

 

કચેરી શરૂ થવાનો સમય તથા બંધ થવાનો સમય --

 • વડી  કચેરી સહિતની તમામ વહીવટી કચેરીઓનો સમય સવારે ૧૦.૩૦ થી સાંજે૬.૧૦ કલાક સુધીનો છે.
 • જિલ્લામાં ડિસ્ટિલરીઓ તથા સુગર ફેકટરીઓ ઉપર આવેલ અત્રેના ખાતાનીકચેરીઓનો સમય સવારે ૮.૦૦ કલાકથી સાંજે પ.૦૦ કલાક સુધીનો છે.
 • જિલ્લામાં આવેલ વિદેશી દારૂની દુકાનનો સમય બપોરના ક. ૧૨.૦૦ થીસાંજે ક. ૮.૦૦ સુધીનો છે.

જિલ્લામાં આવેલ એક પાળીવાળી બોન્ડેડ લેબોરેટરીનો સમય સવારના ક.૮.૦૦ થી સાંજે ક. ૫.૦૦ સુધીનો છે, જ્યારે અન્ય કેટલીક બોન્ડેડ લેબોરેટરીઓ ત્રણેયપાળીમાં ચાલે છે. ફુલટાઇમ સુપરવીઝનની જગ્યાઓ છે.  તો કેટલીક પરવાનેદારોને ત્યાં કામગીરીના  પ્રમાણમાં પાર્ટ –ટાઇમ સુપરવીઝન આપવામાં આવે  છે.

 

Page 1 [2]
 


 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
નાગરિક અધિકાર પત્ર
નશાબંધી સંસ્‍કાર કેન્‍દ્ર 
આપના સવાલોના જવાબ 
આંકડાકીય માહિતી
બાતમી

ફરિયાદ

સંપર્ક
તસવીરો
સંબંધિત લિંક્સ
  કામકાજ અર્થે
પરવાના/પરમિટના સુધારા-વધારા
કેસ માંડવાળ તથા અપીલ
આબકારી જકાતના દરો
એરિયા મેડિકલ બોર્ડ 
લોકોપયોગી પરવાનેદારોની યાદી
શબ્દભંડોળ
વિશેષ મા‍હિતી 
 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 21-12-2015